રે મોહનજી આવોને માવા મીઠી મીઠી મોરલડી વાવા રે ૨/૪

રે મોહનજી આવોને માવા, મીઠી મીઠી મોરલડી વાવા રે. મોહ૦ ટેક.
રે માણીગર મળવાને આવો, શું બાંધ્યો છે અબળાથી દાવો રે. મોહ૦ ૧
રે વાલમજી દયા મન આણી, આવો વહાલા પોતાની જાણી રે. મોહ૦ ૨
રે વાલમજી આવો તો ઠરીએ, તમ વિના રોઇને મરીએ રે. મોહ૦ ૩
રે ન ગમેં તો જાજોને વળી, વહાલા પ્રેમસખીને મળી રે. મોહ૦ ૪

મૂળ પદ

રે ગોકુળ આવોને વ્હાલા

મળતા રાગ

પરજ દેશી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી