આજ સૈયર શામળિયો રે વહાલો, શેરડીયે મને મળીયા રે૨/૪

પદ ૧૯૬૦ મું.૨/૪
આજ સૈયર શામળિયો રે વહાલો, શેરડીયે મને મળીયા રે;
ઘુંઘટ ઓટ દઇને રે જોયા, સુંદરવર અતિ છળિયા રે .          ૧
તરછી નજરતણી રે બરછી મારીને હરિ હસીયા રે ;
હાસ સહિત શામળિયો રે મારા, અંતરમાં આવી વસિયા રે.    ૨
રૂપ જોઇ રંગભીના રે જીવું, લાજ તજી લલચાણી રે ;
જીવડલો ગુલતાન રે થયો, સુણતાં સુખની વાણી રે.            ૩
આંખડલી અણિયાળી રે રૂડી, નૌતમ નેહ ભરેલી રે;
દીલડું મારું ડોલ્યું રે જોઇ, પાઘડલી અલબેલી રે.                ૪
કોડીલા કાનને રે જોઇ, સૈયર હું લોભાણી રે;
પ્રેમાનંદના વહાલા રે સાથે, પૂરણ પ્રીત બંધાણી રે.             ૫ 

મૂળ પદ

ઉભા રે અલબેલો રે વહાલો, જીવન જમુના તીરે રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી