ઉભા રહોને અલબેલડા વહાલા છોગાવાળા છેલ૨/૪

પદ ૧૯૭૪ મું.૨/૪
ઉભા રહોને અલબેલડા વહાલા છોગાવાળા છેલ ;
લાગી મોહન મોહનીરે તારા મુખડાને અલબેલ. ઉભા. ટૅક
સુંદર મુખ દીઠે સુખ ઉપજે જોઇ નેણા શિતળ થાય;
મળવા મોહનલાલજી તમને મન મારું અકળાય . ઉભા. ૧
નૌતમ તોરા લટકે પાઘમાં હૈડે મોતિડાના હાર;
બાંયે બાજુબંધ બેરખારે રૂડા શોભો છો નંદકુમાર. ઉભા. ૨
રૂડાં પે'ર્યા પીતાંબર પ્રેમશું ઓઢી ઉપરણી અનૂપ;
ઘેલડી ગોકુલ ગામની નારી જોઇને સુંદર રૂપ. ઉભા. ૩
તમે રૂપઉજાગર સુખના સાગર છોગાળા ઘનશ્યામ;
પ્રેમાનંદના નાથજી મારા પ્રાણ છો પૂરણકામ. ઉભા. ૪
 

મૂળ પદ

સુંદર શ્યામ છબીલા છેલડા રંગભીના નંદકુમાર

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી