ઓરા આવો નાગર નંદના જોવું જીવન સુંદર રૂપ૪/૪

પદ ૧૯૭૬ મું.૪/૪

ઓરા આવો નાગર નંદના જોવું જીવન સુંદર રૂપ;
નીલ કલેવર નિરખી મોહ્યા; મદન કોટિક ભૂપ.  ઓરા. ટેક
સુંદર મુખની શોભા જોઇને થાયે વ્રજનારી ગુલતાન;
ચિતવે ચંદ ચકોરજ્યું વિસારી ભોજન પાન.  ઓરા. ૧
મોતિમાળા અનુપમ ઉરમાં, શોભે હેમકડાં બેઉ હાથ;
બાંયે બાજુબંધ બેરખા જોઇ રિઝ્યા મુનિવર સાથ.  ઓરા. ૨
વિઠ્ઠલ વાઓ મનોહર મોરલી વહાલા ગાઓ છો નૌતમ ગીત;
સાંભળી સુંદર સાદને મારે પૂરણ વાધી પ્રીત.  ઓરા. ૩
તમે નાંખી મોહન મોહની કીધું ઘેલું ગોકુલ ગામ;
પ્રેમાનંદના નાથજી લાગો વહાલા શ્રીઘનશ્યામ.  ઓરા. ૪

મૂળ પદ

સુંદર શ્યામ છબીલા છેલડા રંગભીના નંદકુમાર

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી