ધર્મકુંવર ઘનશ્યામજી, મારા પ્રાણતણા આધાર, જોઈને જીવું છું ૧/૪

ધર્મકુંવર ઘનશ્યામજી, મારા પ્રાણતણા આધાર, જોઈને જીવું છું	...ટેક.
	તન મન ધન તમ ઉપરે, લઈ વારું વાર હજાર	...જોઈને૦ ૧
સુંદર મૂર્તિ મોહની, મારા મનમાં ખૂંતી રાજ		...જોઈને૦
	તમ વિના મને કાનજી, બીજું કાંઈ નવ સૂઝે કાજ	...જોઈને૦ ૨
પાંપણ પર આંટો દઈ, તમે બાંધી પાઘ અનૂપ		...જોઈને૦
	કોટિક કંદર્પ વારણે, લઈ વારું એવું રૂપ		...જોઈને૦ ૩
ભાલ તિલક શોભે ઘણું, જાણે ભ્રકુટિ કામ કબાણ		...જોઈને૦
	કમળ નયન કટાક્ષમાં, મારા તાણી લો છો પ્રાણ	...જોઈને૦ ૪
મધુર મધુર હસવું જોઈને, મને વાધે પ્રેમ અપાર		...જોઈને૦
	ત્રિભુવનમાં એવી કોણ છે, જે વશ નવ થાયે નાર	...જોઈને૦ ૫
વામ કરણમાં શ્યામ છે, તિલ નીરખ્યા જેવો નીત		...જોઈને૦
	તિલ જોઈ જમણા ગાલમાં, વાધે પ્રેમાનંદને પ્રીત	...જોઈને૦ ૬
 

મૂળ પદ

ધર્મકુંવર ઘનશ્યામજી, મારા પ્રાણતણા આધાર જોઇને જીવું છું.

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮


ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0