નવલ સનેહી નાથજી, રૂપાળા રાજીવનેણ, વહાલા લાગો છો ૩/૪

નવલ સનેહી નાથજી, રૂપાળા રાજીવનેણ, વહાલા લાગો છો	...ટેક.
	હસતાં હસતાં હેતમાં, બોલો છો મીઠાં વેણ	...વહાલા૦ ૧
આંખડલી અમૃતે ભરી, કાંઈ કરુણા કહી નવ જાય		...વહાલા૦
	ચિત્ત ચોરાણું ચાલમાં, મરકલડે મન લોભાય	...વહાલા૦ ૨
આતુરતા નથી અંગમાં, દીસે છે શીલ સ્વભાવ		...વહાલા૦
	પ્રેમ તણો પ્રવાહ વહે, નેણામાં નટવર નાવ	...વહાલા૦ ૩
ભૂધર ભાવિક ભાવના, નથી અર્થાઅર્થી શ્યામ		...વહાલા૦
	પરમારથને કારણે, પધાર્યા પૂરણકામ		...વહાલા૦ ૪
દીન ઉપર દયા કરી, તમે દુર્લભ દર્શન દેવ		...વહાલા૦
	કલ્પતરુ છો કાનજી, જાણે મોટા મુનિવર ભેવ	...વહાલા૦ ૫
કરુણાનિધિ કરુણા કરીને, છોગાળા રંગછેલ		...વહાલા૦
	પ્રેમાનંદ કહે અખંડ રહો, આંખડલીમાં અલબેલ	...વહાલા૦ ૬
 

મૂળ પદ

ધર્મકુંવર ઘનશ્યામજી, મારા પ્રાણતણા આધાર જોઇને જીવું છું.

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરજ રાધનપુરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
1
2
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
મંગલ મૂર્તિ
Studio
Audio
0
0