ધર્મકુંવર હરિકૃષ્ણજી, તમે ભક્તપતિ ભગવાન, એ વર માગું છું ૪/૪

ધર્મકુંવર હરિકૃષ્ણજી, તમે ભક્તપતિ ભગવાન, એ વર માગું છું	...ટેક.
	દયાનિધિ તમે દાસને, નિત્ય આપો છો એ દાન	...એ વર૦ ૧
નિર્વિકલ્પ ઉત્તમ અતિ, એવો નિશ્ચય નાથ તમારો		...એ વર૦
	અલબેલા તમ આગળે, હું અરજ કરું એ સારુ	...એ વર૦ ૨
માહાત્મ્ય જ્ઞાને સહિત હરિ, એવી એકાંતિકી ભક્તિ		...એ વર૦
	પ્રીત રહો તવ ચરણમાં, બીજે રહો સદા વિરક્તિ	...એ વર૦ ૩
હુંમાં તમારું ભક્તપણું, હરિ એમાં કોઈ પ્રકાર		...એ વર૦
	દોષ ન રહે કોઈ જાતનો, એ આપો ધર્મકુમાર	...એ વર૦ ૪
તમારા કોઈ ભક્તનો, મારે દ્રોહ ક્યારે નવ થાય		...એ વર૦
	સંગ એકાંતિક ભક્તનો, મને નિત્ય આપો મુનિરાય	...એ વર૦ ૫
દાસ તમારા દાસનો, મને રાખો નાથ હજૂર		...એ વર૦
	પ્રેમાનંદની વિનતિ, સાંભળજો શ્યામ જરૂર	...એ વર૦ ૬
 

મૂળ પદ

ધર્મકુંવર ઘનશ્યામજી, મારા પ્રાણતણા આધાર જોઇને જીવું છું.

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ






Studio
Audio
106
5
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
વિનંતી
Studio
Audio & Video
5
0