સાંભળ સૈયર રે, લીલા નટનાગરની; સુણતાં સુખડું રે, આપે સુખસાગરની ૨/૧૦

સાંભળ સૈયર રે, લીલા નટનાગરની;
	સુણતાં સુખડું રે, આપે સુખસાગરની	...૧
નેત્રકમળને રે, રાખી ઉઘાડાં ક્યારે;
	ધ્યાન ધરીને રે, બેસે જીવન બારે	...૨
ક્યારેક ચમકી રે, ધ્યાન કરતાં જાગે;
	જોતાં જીવન રે, જન્મ મરણ દુ:ખ ભાગે	...૩
પોતા આગળ રે, સભા ભરાઈ બેસે;
	સંત હરિજન રે, સામું જોઈ રહે છે	...૪
ધ્યાન ધરીને રે, બેઠા હોય હરિ પોતે;
	સંત હરિજન રે, તૃપ્ત ન થાય જોતે	...૫
સાધુ કીર્તન રે, ગાય વજાડી વાજાં;
	તેમને જોઈ રે, મગન થાય મહારાજા	...૬
તેમની ભેળા રે, ચપટી વજાડી ગાય;
	સંત હરિજન રે, નીરખી રાજી થાય	...૭
ક્યારેક સાધુ રે, ગાય વજાડી તાળી;
	ભેળા ગાય રે, તાળી દઈ વનમાળી	...૮
આગળ સાધુ રે, કીર્તન ગાય જ્યારે;
	પોતા આગળ રે, કથા વંચાય ત્યારે	...૯
પોતે વાર્તા રે, કરતાં હોય બહુનામી;
	ખસતા આવે રે, પ્રેમાનંદના સ્વામી	...૧૦

 

મૂળ પદ

પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંતવૃંદ સમૂહગાન
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
0
0