મોહનજીની રે, લીલા અતિ સુખકારી; આનંદ આપે રે, સુણતાં ન્યારી ન્યારી ૪/૧૦

મોહનજીની રે, લીલા અતિ સુખકારી;
	આનંદ આપે રે, સુણતાં ન્યારી ન્યારી	...૧
ક્યારેક વાતો રે, કરે મુનિવર સાથે;
	ગુચ્છ ગુલાબના રે, ચોળે છે બે હાથે	...૨
શીતળ જાણી રે, લીંબુ હાર ગુલાબી;
	તેને રાખે રે, આંખો ઉપર દાબી	...૩
ક્યારેક પોતે રે, રાજીપામાં હોયે;
	વાતો કરે રે, કથા વંચાય તોયે		...૪
સાંભળે કીર્તન રે, પોતે કાંઈક વિચારે;
	પૂછવા આવે રે, જમવાનું કોઈ ત્યારે	...૫
હાર ચઢાવે રે, પૂજા કરવા આવે;
	તેના ઉપર રે, બહુ ખીજી રિસાવે	...૬
કથા સાંભળતાં રે, હરે હરે કહી બોલે;
	મર્મ કથાનો રે, સુણી મગન થઈ ડોલે	...૭
ભાન કથામાં રે, બીજી ક્રિયામાંય;
	ક્યારેક અચાનક રે, જમતાં હરે બોલાય	...૮
થાય સ્મૃતિ રે, પોતાને જ્યારે તેની;
	થોડુંક હસે રે, ભક્ત સામું જોઈ બેની	...૯
એમ હરિ નિત્ય નિત્ય રે, આનંદરસ વરસાવે;
	એ લીલારસ રે, જોઈ પ્રેમાનંદ ગાવે	...૧૦

 

મૂળ પદ

પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંતવૃંદ સમૂહગાન
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
0
0