સાંભળ સજની રે, દિવ્ય સ્વરૂપ મોરારી; કરે ચરિત્ર રે, મનુષ્ય વિગ્રહ ધારી ૫/૧૦


સાંભળ સજની રે, દિવ્ય સ્વરૂપ મોરારી;
	કરે ચરિત્ર રે, મનુષ્ય વિગ્રહ ધારી	...૧
થયા મનોહર રે, મોહન મનુષ્ય જેવા;
	રૂપ અનુપમ રે, નિજ જનને સુખ દેવા	...૨
ક્યારેક ઢોલિયે રે, બેસે શ્રીઘનશ્યામ;
	ક્યારેક બેસે રે, ચાકળે પૂરણકામ	...૩
ક્યારેક ગોદડું રે, ઓછાડે સહિતે;
	પાથર્યું હોય રે, તે પર બેસે પ્રીતે	...૪
ક્યારેક ઢોલિયા રે, ઉપર તકિયો ભાળી;
	તે પર બેસે રે, શ્યામ પલાંઠી વાળી	...૫
ઘણુંક બેસે રે, તકિયે ઓઠિંગણ દઈને;
	ક્યારેક ગોઠણ રે, બાંધે ખેસ લઈને	...૬
ક્યારેક રાજી રે, થાય અતિશે આલી;
	સંત હરિજનને રે, ભેટે બાથમાં ઘાલી	...૭
ક્યારેક માથે રે, લઈ મેલે બે હાથ;
	છાતી માંહી રે, ચરણકમળ દે નાથ	...૮
ક્યારેક આપે રે, હાર તોરા ગિરધારી;
	ક્યારેક આપે રે, અંગનાં વસ્ત્ર ઉતારી	...૯
ક્યારેક આપે રે, પ્રસાદીના થાળ;
	પ્રેમાનંદ કહે રે, ભક્તતણા પ્રતિપાળ	...૧૦
 

મૂળ પદ

પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંતવૃંદ સમૂહગાન
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
0
0