એવાં કરે રે, ચરિત્ર પાવનકારી; શુકજી સરખા રે, ગાવે નિત્ય સંભારી ૬/૧૦


એવાં કરે રે, ચરિત્ર પાવનકારી;
	શુકજી સરખા રે, ગાવે નિત્ય સંભારી	...૧
ક્યારેક જીભને રે, દાંત તળે દબાવે;
	ડાબે જમણે રે, પડખે સહજ સ્વભાવે	...૨
છીંક જ્યારે આવે રે, ત્યારે રૂમાલ લઈને;
	છીંક ખાયે રે, મુખ પર આડો દઈને	...૩
રમૂજ આણી રે, હસે અતિ ઘનશ્યામ;
	મુખ પર આડો રે, રૂમાલ દઈ સુખધામ	...૪
ક્યારેક વાતો રે, કરતાં થકા દેવ;
	છેડે રૂમાલને રે, વળ દેવાની ટેવ	...૫
અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો;
	પરદુ:ખહારી રે, વારી બહુનામીનો	...૬
કોઈને દુ:ખિયો રે, દેખી ન ખમાય;
	દયા આણી રે, અતિ આકળા થાય	...૭
અન્ન ધન વસ્ત્ર રે, આપીને દુ:ખ ટાળે;
	કરુણા દૃષ્ટિ રે, દેખી વાન જ વાળે	...૮
ડાબે ખંભે રે, ખેસ આડસોડે નાંખી;
	ચાલે જમણા રે, કરમાં રૂમાલ રાખી	...૯
ક્યારેક ડાબો રે, કર કેડ ઉપર મેલી;
	ચાલે વ્હાલો રે, પ્રેમાનંદનો હેલી	...૧૦
 

મૂળ પદ

પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંતવૃંદ સમૂહગાન
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
0
0