નિત્ય નિત્ય નૌતમ રે, લીલા કરે હરિરાય; ગાતાં સુણતાં રે, હરિજન રાજી થાય ૭/૧૦


નિત્ય નિત્ય નૌતમ રે, લીલા કરે હરિરાય;
	ગાતાં સુણતાં રે, હરિજન રાજી થાય	...૧
સહજ સ્વભાવે રે, ઉતાવળા બહુ ચાલે;
	હેત કરીને રે, બોલાવે બહુ વાલે	...૨
ક્યારેક ઘોડે રે, ચડવું હોય ત્યારે;
	ક્યારેક સંતને રે, પીરસવા પધારે	...૩
ત્યારે ડાબે રે, ખંભે ખેસને આણી;
	ખેસને બાંધે રે, કેડ સંગાથે તાણી	...૪
પીરસે લાડુ રે, જલેબી ઘનશ્યામ;
	જણસ જમ્યાની રે, લઈ લઈ તેનાં નામ	...૫
ફરે પંગતમાં રે, વારંવાર મહારાજ;
	સંત હરિજનને રે, પીરસવાને કાજ	...૬
શ્રદ્ધા ભક્તિ રે, અતિ ઘણી પીરસતાં;
	કોઈના મુખમાં રે, આપે લાડુ હસતાં	...૭
પાછલી રાત્રિ રે, ચાર ઘડી રહે ત્યારે;
	દાતણ કરવા રે, ઊઠે હરિ તે વારે	...૮
ન્હાવા બેસે રે, નાથ પલાંઠી વાળી;
	કર લઈ કળશ્યો રે, જળ ઢોળે વનમાળી	...૯
કોરે વસ્ત્રે રે, કરી શરીરને લુવે;
	પ્રેમાનંદ કહે રે, હરિજન સર્વે જુવે	...૧૦
 

મૂળ પદ

પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંતવૃંદ સમૂહગાન
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
0
0