રૂડા શોભે રે, નાહીને ઊભા હોવે; વસ્ત્ર પહેરેલું રે, સાથળ વચ્ચે નીચોવે ૮/૧૦


રૂડા શોભે રે, નાહીને ઊભા હોવે;
	વસ્ત્ર પહેરેલું રે, સાથળ વચ્ચે નીચોવે	...૧
પગ સાથળને રે, લુહીને સારંગપાણી;
	કોરા ખેસને રે, પહેરે સારી પેઠે તાણી	...૨
ઓઢી ઉપરણી રે, રેશમી કોરની વહાલે;
	આવે જમવા રે, ચાખડીએ ચડી ચાલે	...૩
માથે ઉપરણી રે, ઓઢી બેસે જમવા;
	કાન ઉઘાડા રે, રાખે મુજને ગમવા	...૪
જમતાં ડાબા રે, પગની પલાંઠી વાળી;
	તે પર ડાબો રે, કર મેલે વનમાળી	...૫
જમણા પગને રે, રાખી ઊભો શ્યામ;
	તે પર જમણો રે, કર મેલે સુખધામ	...૬
રૂડી રીતે રે, જમે દેવના દેવ;
	વારે વારે રે, પાણી પીધાની ટેવ	...૭
જણસ સ્વાદુ રે, જણાય જમતાં જમતાં;
	પાસે હરિજન રે, બેઠા હોય મનગમતા	...૮
તેમને આપી રે, પછી પોતે જમે;
	જમતા જીવન રે, હરિજનને મન ગમે	...૯
ફેરવે જમતાં રે, પેટ ઉપર હરિ હાથ;
	ઓડકાર ખાયે રે, પ્રેમાનંદના નાથ	...૧૦
 

મૂળ પદ

પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંતવૃંદ સમૂહગાન
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
0
0