ચળું કરે રે, મોહન તૃપ્ત થઈને; દાંતને ખોતરે રે, સળી રૂપાની લઈને ૯/૧૦


ચળું કરે રે, મોહન તૃપ્ત થઈને;
	દાંતને ખોતરે રે, સળી રૂપાની લઈને	...૧
મુખવાસ લઈને રે, ઢોલિયે બિરાજે;
	પૂજા કરે રે, હરિજન હેતે ઝાઝે		...૨
પાંપણ ઉપર રે, આંટો લઈ અલબેલો;
	ફેંટો બાંધે રે, છોગું મેલી છેલો		...૩
વર્ષાઋતુ રે, શરદ ઋતુને જાણી;
	ઘેલા નદીનાં રે, નિર્મળ નીર વખાણી	...૪
સંત હરિજનને રે, સાથે લઈને શ્યામ;
	ન્હાવા પધારે રે, ઘેલે પૂરણકામ		...૫
બહુ જળક્રીડા રે, કરતાં જળમાં નાય;
	જળમાં તાળી રે, દઈને કીર્તન ગાય	...૬
નાહીને બારા રે, નીસરી વસ્ત્ર પહેરી;
	ઘોડે બેસી રે, ઘેર આવે રંગલહેરી	...૭
પાવન યશને રે, હરિજન ગાતા આવે;
	જીવન જોઈને રે, આનંદ ઉર ન સમાવે	...૮
ગઢપુરવાસી રે, જોઈને જગઆધાર;
	સુફળ કરે છે રે, નેણાં વારંવાર		...૯
આવી બિરાજે રે, ઓસરીએ બહુનામી;
	ઢોલિયા ઉપર રે, પ્રેમાનંદના સ્વામી	...૧૦
 

મૂળ પદ

પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંતવૃંદ સમૂહગાન
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
0
0