નિજ સેવકને રે, સુખ દેવાને કાજ; પોતે પ્રગટયા રે, પુરુષોત્તમ મહારાજ ૧૦/૧૦


નિજ સેવકને રે, સુખ દેવાને કાજ;
	પોતે પ્રગટયા રે, પુરુષોત્તમ મહારાજ	...૧
ફળિયામાંહી રે, સભા કરી બિરાજે;
	પૂરણ શશી રે, ઉડુગણમાં જેમ છાજે	...૨
બ્રહ્મરસ વરસી રે, તૃપ્ત કરે હરિજનને;
	પોઢે રાત્રે રે, જમી શ્યામ શુદ્ધ અન્નને	...૩
બે આંગળીઓ રે, તિલક કર્યાની પેરે;
	ભાલ વચ્ચે રે, ઊભી રાખી ફેરે		...૪
સૂતાં સૂતાં રે, માળા માગી લઈને;
	જમણે હાથે રે, નિત્ય ફેરવે ચિત્ત દઈને	...૫
ભૂલ ન પડે રે, કે દી એવું નિયમ;
	ધર્મકુંવરની રે, સહજ પ્રકૃતિ એમ	...૬
ભર નિદ્રામાં રે, પોઢયા હોય મુનિરાય;
	કોઈ અજાણે રે, લગાર અડી જાય	...૭
ત્યારે ફડકી રે, જાગે સુંદર શ્યામ;
	કોણ છે ? પૂછે રે, સેવકને સુખધામ	...૮
એવી લીલા રે, હરિની અનંત અપાર;
	મેં તો ગાઈ રે, કાંઈક મતિ અનુસાર	...૯
જે કોઈ પ્રીતે રે, શીખશે સુણશે ગાશે;
	પ્રેમાનંદનો રે, સ્વામી રાજી થાશે	...૧૦
 

મૂળ પદ

પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંતવૃંદ સમૂહગાન
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
0
0