ચરણ કમળની છબી ચિતવતાં, લાગે અલૌકિક રુડી વહાલા ૨/૮

ચરણ કમળની છબી ચિતવતાં, લાગે અલૌકિક રુડી વહાલા;
	સર્વે ચિહ્ન સંભારી ધારું, અંત સમાની મૂડી વહાલા...૧
જમણા પગના અંગૂઠા, પાસેની આંગળીએ વહાલા;
	ડાબે પડખે તિલ એક સુંદર, નીરખી દુ:ખડાં દળીએ વહાલા...૨  
જમણા પગની નૌતમ છેલી, આંગળીની બા’રે વહાલા;
	તિલ એક નખને પાસે જોતાં, વ્હાલપ વધારે વહાલા...૩
ડાબા પગની ઊર્ધ્વરેખાની, ડાબી તે કોરે વહાલા;
	બે ચિહ્ન પાસે પાસે શ્યામ, ચિત્તડાને ચોરે વહાલા...૪
બે પગની આંગળિયું તળાં, મનોહર રાતાં વહાલા;
	અંગૂઠા આંગળીના નખ, રાતા છે ચડિયાતાં વહાલા...૫
બે ચરણના અંગૂઠા ને, આંગળિયું ઉપર વહાલા;
	જોયા જેવા ઝીણા ઝીણા, રોમ અતિ સુંદર વહાલા...૬
બે અંગૂઠા પાસેની બે, આંગળીએ જોઉં વહાલા;
	ચાંખડિયુંનાં રૂડાં ચિહ્ન, તે પાંપણીએ લોઉં વહાલા...૭
બે પગની બહારની ઘૂંટી, તે હેઠે કેવા વહાલા;
	આસનના ઘસારાનાં ચિહ્ન, છે જોયાં જેવાં વહાલા...૮
જમણા પગની ઘૂંટી ઉપર, પાંચ તસુ છે જો વહાલા;
	નળિને ઉપર તિલ એક તેમાં, મન મારું રહેજો વહાલા...૯
મોટું ચિહ્ન એક જમણા પગના, સાથળને બા’રે વહાલા;
	પ્રેમાનંદ કહે પ્રીતે નીરખું, વારે ને વારે વહાલા...૧૦
 

મૂળ પદ

ઓરા આવો શ્યામ સ્નેહી, સુંદરવર જોઉં વહાલા

મળતા રાગ

ધોળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી