છેલ છબીલા કુંવર ધર્મના, જોઇને મોહી છું સુંદર ચાલ રે૪/૪

પદ ૨૦૧૦ મું.૪/૪
 
છેલ છબીલા કુંવર ધર્મના, જોઇને મોહી છું સુંદર ચાલ રે.  છેલ. ટેક
પેહેરી ચટકતી ચાંખડલી. લટકંતા આવો ધર્મલાલ રે.  છેલ. ૧
ડાબા કરમાં છડી ફૂલની, જમણા કરમાં છે રૂમાલ રે.  છેલ. ૨
શોભે જરકસી માથે મોળિયું, કેસર તિલક કર્યું ભાલ રે.  છેલ. ૩
સર્વે જનનાં તે ચિત્ત ચોરવા, સુંદર ઓઢી છે જોડી શાલ રે.  છેલ. ૪
શોભા જોઇ તમારી નાથજી, મોહ્યા મોટા મુનિ મરાલ રે.  છેલ. ૫
કૃપા કરીને પ્રેમાનંદને, વસો ઉર અખંડ કૃપાલ રે.  છેલ. ૬ 

મૂળ પદ

વ્હાલા આવોને રાખું નેણમાં, ધર્મકુંવર ઘનશ્યામ રે; વહાલા.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી