આજ સાહેલી ઘનશ્યામની રે, શોભા વર્ણવી ન જાયે૧/૪

પદ ૨૦૧૫ મું. –રાગ ગરબી૧/૪
આજ સાહેલી ઘનશ્યામની રે, શોભા વર્ણવી ન જાયે
નિરખી છબી હરિ સુખધામની રે, કોટિ કામ લાગે પાયે.        ધર્મકુંવર શ્રીકૃષ્ણજીરે. ૧ 
તરુણ મનોહર મૂરતિ રે, શોભાસિંધુ ઉદાર;
સુંદર અંગની ફૂરતી રે, જોઇ જોઇ વાધે પ્યાર.                     ધર્મ. ૨
જરકસી જામા અંગ પેહેરિયા રે, શિશ સોનેરી પાઘ;
હેત કરી મેં તો હેરિયા રે, જીવન જોયા* લાગ.                     ધર્મ. ૩
સોનેરી શેલું કમરે કસ્યું રે, સોનેરી સુરવાલ;
મન મારું ત્યાં જઇ વસ્યું રે, જોઇ જોઇ રૂપ રસાલ.                ધર્મ . ૪
ચરણે ચટકતી ચાખડી રે, ફૂલ છડી લીધી ** હાથ;
નિરખ્યા મેં બાંધી ભુજ રાખડી રે, પ્રેમાનંદનો નાથ.              ધર્મ. ૫
*”જોવા” પાઠાન્તર છે, ** “લીયે” પાથાન્તર છે  

મૂળ પદ

આજ સાહેલી ઘનશ્યામની રે, શોભા વર્ણવી ન જાયે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0