આવો અલબેલા આધાર, આંખલડીમાં રાખું રે, કરી રાખું હૈયાનો હાર ૧/૪

આવો અલબેલા આધાર, આંખલડીમાં રાખું રે;
	કરી રાખું હૈયાનો હાર, પ્રાણ વારી નાખું રે...૧
તારી મૂરતિ મોહનલાલ, મારે મન માની રે;
	હું તો જોઈ જોઈ સુંદર ચાલ, થઈ છું દીવાની રે...૨
હવે અવિનાશી અલબેલ, અળગા નહિ મેલું રે;
	મેં તો તમ સંગ સુંદર છેલ, બાંધ્યું છે બેલું રે...૩
તારે હસવે હરાણું ચિત્ત, માણીગર માવા રે;
	મારે લાગેલ તમ સંગ નેહ, ન દિયું જાવા રે...૪
રાજેન્દ્ર રૂપનિધાન, છો રંગભીના રે;
	કોડીલા નટવર કહાન, કુંવર નંદજીના રે...૫
છોગાવાળા શ્યામ સુજાણ, સુંદર રંગ રસિયા રે;
	વહાલા પ્રેમાનંદના પ્રાણ, અંતર મારે વસિયા રે...૬
 

મૂળ પદ

આવો અલબેલા આધાર, આંખલડીમાં રાખું રે

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0