જમ્યા હરિ તૃપ્ત થઇ જગવંદ, ચળુ કરાવે વર્ણિ મુકુંદ૬/૧૬

પદ ૨૦૨૮ મું.૬/૧૬
 
જમ્યા હરિ તૃપ્ત થઇ જગવંદ, ચળુ કરાવે વર્ણિ મુકુંદ . 
ચળુ કરતાં હરિ રૂપનિધાની, દાંત ખોતરે લઇ સળી રૂપાની. 
પ્રથમ હરિ બે કરને ધુવે, કોગળા કરી પછે મુખને લુવે. 
મુખવાસ લઇને પ્રાણાઅધાર, સાધુને પીરસવા થાયે તિયાર. 
ડાબે ખંભે હરિ ખેસને આણી, કેડ સંગાથે બાંધે તાણી. 
હાર તોરા ગજરા હરિ પેહેરી, લેરખડા થઇને રંગલેહેરી. 
પ્રેમ સહિત પીરસે ઘનશ્યામ, લાડુ જલેબી લેઇ લેઇ નામ. 
સહુને પીરસી રહે હરિ જ્યારે, જમો મહારાજ એમ મુખથી ઉચ્ચારે. 
ફરે પંગતમાં વારમવાર પીરસે સંતને ધર્મકુમાર. 
હરિજન સંતને પીરસવા સારું, પ્રેમાનંદ કહે ઘણા પ્રસન્ન ઉદારું.  ૧૦ 

મૂળ પદ

વંદુ સહજાનંદ ભવમોચન, રૂપનિધાન કમલદળ લોચન

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી