ક્યારેક શ્રી મહારાજ મનોહર, વર્ષા શરદ ઋતુમાં સુંદર૭/૧૬

પદ ૨૦૨૯ મું.૭/૧૬
 
ક્યારેક શ્રીમહારાજ મનોહર, વર્ષા શરદ ઋતુમાં સુંદર 
દુર્ગનગરને સમીપે સારી, જાણી ઘેલા નદીના નિર્મળ વારી. 
સાધુ સતસંગી લઇ સાથ ન્હાવા પધારે સુરમુનિનાથ. 
પેહેરી વસ્ત્ર આભૂષણ પ્યારો, થઇ અસવાર અશ્વે દ્રગતારો.  
નિસરે ઉભી બજારે જોતાં, પુરજનના મનને અતિ મ્હોતા. 
જાઇ નદી તીરે વસ્ત્ર ઉતારી, ન્હાવા પેસે નવલવિહારી. 
નિરમળ નીર વખાણે ન્હાતા, હરિજનને આનંદના દાતા. 
નિજજન ભેળા બહુ પ્રકારે, જળક્રીડા કરી આનંદ વધારે. 
જળમાં દુબકી મારે ત્યારે, નાક આંખ્ય કાન દાબે તેવારે. 
ડુબકી મારી રહે ઝાઝી વાર, પ્રેમાનંદ નિરખી જાયે બલિહાર.  ૧૦ 

મૂળ પદ

વંદુ સહજાનંદ ભવમોચન, રૂપનિધાન કમલદળ લોચન

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી