જળમાં ઉભા રહી અવિનાશ, કિરતન ગવરાવે સાધુની પાસ૯/૧૬

પદ ૨૦૩૧ મું.૯/૧૬
 
જળમાં ઉભા રહી અવિનાશ, કિરતન ગવરાવે સાધુની પાસ.
તાળી વજાડીને સાધુ ગાયે, પોતે ભેળા ગાયે આનંદ થાયે.
એમ શ્રીહરિ નિત્ય જળમાં ન્હાયે, નિત્ય નવી લીલા કહી નવ જાયે.
પ્રથમ ન્હાવા પેસે ત્યારે, નાહીને બારે નિસરે જ્યારે.
નિજ પ્રિય હરિજન હોયે બળિયો, સરવે પ્રકારે હોયે છળિયો.
પોતે ઝાલે તેનો હરિ હાથ, એમ કરી બા'રે નિસરે નાથ.
નિરખી નિરખી પ્રફુલ્લિત મુખ થાયે, એવા ભક્ત પોતાના ઘણાયે.
તેમણે સહિત નદીથી બા'રે, નીસરી નદીને કાંઠે ઉભા રે'.
વસ્ત્ર પેહેરેલું બે હાથે નિચોવે, પ્રથમની પેરે શરીરને લો'વે.
ધોળો ખેસ તાણીને પેહેરે, પ્રેમાનંદ નિરખે હરખ ઘણે રે. ૧૦ 

મૂળ પદ

વંદુ સહજાનંદ ભવમોચન, રૂપનિધાન કમલદળ લોચન

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી