ક્યારેક પોતા આગળ મુનિવર, વાજાં વજાડીને ગાયે સુંદર૧૬/૧૬

પદ ૨૦૩૮મું ૧૬/૧૬
 
ક્યારેક પોતા આગળ મુનિવર, વાજાં વજાડીને ગાયે સુંદર. 
પોતા આગળ કથા વંચાયે, સાંભળીને પાસે ખસતા જાયે. 
નિજજન આગળ વારતા કરતા, વદનમાંથી વચનામૃત ઝરતા. 
ખસતા તે જન પાસે આવે, લટકાં કરતા સહજ સ્વભાવે. 
કથા વંચાવતા હોય હરિ જ્યારે, હરે હરે એવો શબ્દ ઉચ્ચારે. 
બીજી ક્રિયામાંહે સુખદેણ, કથાને ભાને સુંદર નેણ. 
હરે એવો શબ્દ કરે ઉચ્ચાર, સુંદર મુખમાંથી વારમવાર. 
પોતાને તેની સ્મૃતિ થાયે, ભક્ત સામું જોઇ હસે હરિરાયે. 
એવા બહુ ચરિત્ર કરે ઘનશ્યામ, નિજજનને ઉર આનંદ ધામ. 
એવા ધર્મકુંવર બહુનામી, પુરુષોત્તમ પ્રેમાનંદનો સ્વામી.  ૧૦

મૂળ પદ

વંદુ સહજાનંદ ભવમોચન, રૂપનિધાન કમલદળ લોચન

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી