ક્યારેક તો ધર્મકુમાર રે, નિજ ભક્તને પ્રાણાઅધાર રે૫/૧૪

પદ ૨૦૪૩ મું. ૫/૧૪
 
ક્યારેક તો ધર્મકુમાર રે, નિજ ભક્તને પ્રાણાઅધાર રે. 
નિજ દરશને કરી શ્યામ રે, સમાધી કરાવે સુખધામ રે. 
ક્યારેક તો દિનદયાળ રે, સમાધીમાંથી ઉઠાડે તતકાળ રે. 
ક્યારેક તો સમાધીવાન રે પડ્યા હોયે તે મૃતક સમાન રે. 
તેના નેત્રને ઉઘાડી નિજ હાથે રે, નિજ દ્રષ્ટિ જોડી દ્રષ્ટિ સાથે રે.
કરી સંકલ્પ જગાડે છે હરિ રે, નહીં તો ઉંચે ઘેરે સાદે કરી રે. 
ક્યારેક તો કૃપાના સિંધુ રે બેઠા હોયે સભામાં દીનબંધુ રે. 
કોઇક ભક્તને તેડવો હોયે પાસરે, કરે નેત્રતણી સાન અવિનાશ રે. 
નહીં તો અંગુઠાને પાસની આંગળી રે, તેની સાને બોલાવે છે વળી રે. 
એમ કરે હરિ ચેષ્ટા અનંત રે, પ્રેમાનંદનો સ્વામી ભગવંત રે.  ૧૦

મૂળ પદ

સાંભળો હરિજન એક ચીતે રે, ગાવું સ્વભાવિક ચેષ્ટા પ્રીતે રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી