ક્યારેક તો કૃપાનિવાસ રે, દેશ દેશથી આવ્યા જે નિજ દાસ રે૮/૧૪

પદ ૨૦૪૬ મું.૮/૧૪
 
ક્યારેક તો કૃપાનિવાસ રે, દેશ દેશથી આવ્યા જે નિજ દાસ રે. 
અતિ વલ્લભ પોતાને એવા સંત રે, તેમ ભક્તજન પ્રિય જે અત્યંત રે.
તેને જોઇ પ્રસન્ન થઇ નાથ રે, ઉભા થઇને મળે છે ભરી બાથ રે. 
ક્યારેક તો ભક્તાધાર રે, ઉચ્છવને વિશે અવિકાર રે. 
નિજ સમીપે રહીને સંત જન રે, નિજ આજ્ઞા ગ્રહીને શુદ્ધ મન રે. 
પરદેશમાં જાતાં જાણી તેને રે, થઇ પ્રસન્ન મળે છે હરિ એને રે. 
ક્યારેક તો કૃપાના નિધાન રે, પોતે પ્રસન્ન થઇને ભગવાન રે. 
નિજ જનના શિરપર નાથ રે, આપી અભય મુકે છે બે હાથ રે. 
ક્યારેક તો પ્રસન્ન થઇને રે, કોઇક ભક્તને ઉરમાં લઇને રે. 
બે ચરણ ધારે છે ઘનશ્યામ રે, પ્રેમાનંદનો સ્વામી પૂરણકામ રે.  ૧૦ 

મૂળ પદ

સાંભળો હરિજન એક ચીતે રે, ગાવું સ્વભાવિક ચેષ્ટા પ્રીતે રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી