ક્યારેક તો દીનના દયાળ રે, નિજ આજ્ઞા પાળવા તતકાલ રે૯/૧૪

પદ ૨૦૪૭ મું.૯/૧૪
 
ક્યારેક તો દીનના દયાળ રે, નિજ આજ્ઞા પાળવા તતકાલ રે. 
થયો તત્પર એવો ભક્ત હોયે રે, તેમ આજ્ઞા પાળીને આવ્યો તોયે રે. 
એવો ભક્તજન તેને હરિ જોઇ રે, તેના ઉપર પ્રસન્ન પ્રભુ હોઇ રે . 
તેના હ્વદામાંહી ઘનશ્યામ રે, આપે ચરણ કમળ સુખધામ રે.  
ક્યારેક તો કૃપાનિધાન રે, કોઇ ભક્તજનને ભગવાન રે. 
થઇ પ્રસન્ન શ્રીધર્મકુમાર રે, આપે પ્રસાદી કુસુમના હાર રે. 
વળી આપે તોરા ને બાજુબંધ રે, વસ્ત્ર આભૂષણ આપે સુખકંદ રે. 
વળી અતિશે ઉદાર છે સ્વભાવ રે, એવા અખિલ ભુવનના રાવ રે. 
અતિ પ્રિય પોતાને હોયે એવું રે, બહુ મૂલી પદારથ તેવું રે. 
પ્રેમાનંદ કહે દેવાનું મન ધારે રે, તતકાળ આપે કાંઇ ન વિચારે રે.  ૧૦ 

મૂળ પદ

સાંભળો હરિજન એક ચીતે રે, ગાવું સ્વભાવિક ચેષ્ટા પ્રીતે રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી