ક્યારેક તો ભક્તજીવન રે, પોતા પાસે જે બેઠા હરિજન રે૧૧/૧૪

પદ ૨૦૪૯ મું.૧૧/૧૪
 
ક્યારેક તો ભક્તજીવન રે, પોતા પાસે જે બેઠા હરિજન રે. 
તેને પાસે શ્રીનાથજી બોલાવી રે, પ્રથમ કર ચરણને ચંપાવી રે. 
પછે આંગળિયું મરડાવીને વહાલો રે, કડાકા વગડાવે ધર્મલાલો રે. 
ક્યારેક ડોકને મરડીને નિજ હાથ રે, કડાકા વગાડે છે નાથ રે. 
ક્યારેક તો કોઇક પ્રાણીને રે, દુઃખીયો દેખી અથવા સાંભળીને રે. 
તતકાલ દયાવાન થકા દેવ રે, રામ રામ એમ બોલવાની ટેવ રે. 
ક્યારેક તો મનુષ્ય હર કોઇ રે, દીનબંધુ તે દુઃખીયો જોઇ રે. 
અતિ દયાયે કરીને બહુનામી રે, નિજ ચિત્તમાં ખેદને પામી રે. 
પ્રસન્ન થઇ અન્ન ધન વસ્ત્ર આપી રે, તે દીનનાં નાખે છે દુઃખ કાપીરે. 
પરઉપકાર કરવાની ટેવ રે, પ્રેમાનંદનો સ્વામી એવા દેવ રે.  ૧૦

મૂળ પદ

સાંભળો હરિજન એક ચીતે રે, ગાવું સ્વભાવિક ચેષ્ટા પ્રીતે રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી