ક્યારેક તો દીનદયાળુ રે, દીનબંધુ હરિ અતિશે કૃપાળુ રે૧૨/૧૪

પદ ૨૦૫૦ મુ.૧૨/૧૪
 
ક્યારેક તો દીનદયાળુ રે, દીનબંધુ હરિ અતિશે કૃપાળુ રે. 
કેને મારતો હોયે જીવ કોઇ રે, અતિ દયાળુ ન શકે તેને જોઇ રે. 
દયાયે કરીને દયાળ રે, હાં હાં કરીને નિવારે તતકાળ રે. 
પોતા આગે કોઇનું કોઇ જન રે, આવી બોલે ઘસાતું વચન રે 
તેને સાંભળીને જાયે કચવાઇ રે, તેનો અનાદર કરે સુખદાઇ રે. 
ક્યારેક તો સુંદરવર રે, નિજ દેહમાં હોયે કસર રે. 
ત્યારે ડાબે હાથે કરી દેવ રે, જમણા હાથની નાડી જોયાની ટેવ રે. 
જ્યારે સભામાંથી ઉઠે બહુનામી રે, જય સચ્ચિદાનંદ કહી સ્વામી રે. 
જય સ્વામિનારાયણ કહી હરિ રે, સાધુને નમસ્કાર કરી રે. 
એમ કહીને ઉતારે હરિ જાયે રે, પ્રેમાનંદ એવી ચેષ્ટા ગાયે રે.  ૧૦

મૂળ પદ

સાંભળો હરિજન એક ચીતે રે, ગાવું સ્વભાવિક ચેષ્ટા પ્રીતે રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી