એવી ચેષ્ટા હરિની અતિ સાર રે, ગાતા સુણતાં ઉતારે ભવ પાર રે૧૩/૧૪

પદ ૨૦૫૧ મું૧૩/૧૪
એવી ચેષ્ટા હરિની અતિ સાર રે, ગાતા સુણતાં ઉતારે ભવ પાર રે. 
એ પ્રગટ પ્રભુની લીલા કેવી રે, હરિજનને સાંભળ્યા જેવી રે. 
ક્યારેક તો હરિ સુખધામ રે, ચાલે માર્ગે ઘોડે ચડી શ્યામ રે. 
ત્યારે લીલાયે કરીને સુખરૂપ રે, ઘોડાની ડોક ઉપર અનૂપ રે. 
એક પગને લાંબો વિસ્તારી રે, ઘોડાને ચલાવે સુખકારી રે. 
સુવે ત્યારે કૃપાનિધાન રે, પ્રથમ જાગતા થકા ભગવાન રે . 
નિજ કરની આંગળી ભાલમાંહી રે, તિલક કર્યાની પેઠે સુખદાઇ રે 
ઉભી ફેરવે છે અંતરજામી રે, શ્રીધર્મકુંવર બહુનામી રે . 
વળી સુએ ત્યારે દીનોનાથ રે, માળા માંગીને જમણે હાથ રે. 
ફેરવતા થકા સુખધામ રે, સુવે પ્રેમાનંદનો વહાલો શ્યામ રે.  ૧૦

મૂળ પદ

સાંભળો હરિજન એક ચીતે રે, ગાવું સ્વભાવિક ચેષ્ટા પ્રીતે રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી