હાંરે વેણ વાગીરે વેણ વાગી; હાંરે હું તો ઓચિંતાની ઝબકીને જાગી રે૧/૪

પદ ૨૦૬૯ મું.- રાગ ગરબી.૧/૪

હાંરે વેણ વાગીરે વેણ વાગી;

હાંરે હું તો ઓચિંતાની ઝબકીને જાગી રે. વેણ. ૧

હાંરે મધ્ય રાતે વગાડી અલબેલે;

હાંરે નંદલાલે રંગીલે રંગછેલે રે. વેણ. ૨

હાંરે વહાલે મંત્ર ભણીને વજાડી;

હાંરે ભરી નિદ્રામાં સોવતી જગાડી રે વેણ. ૩

હાંરે વાંસલીએ મારી પાંસલી વિંધી;

હાંરે બા'રે નિસરી કાજલડું છેદી રે. વેણ. ૪

હાંરે મારા પ્રાણ હર્યા પાતળિયે ;

હાંરે હવે ક્યારે મોહનજીને મળિયે રે. વેણ. ૫

હાંરે પ્રેમાનંદ કહે ઉઠી ઘેલી સરખી;

હાંરે ખુંતી ચિત્તમાં મૂરતિ ગિરિધરકી રે . વેણ. ૬

મૂળ પદ

હાંરે વેણ વાગીરે વેણ વાગી; હાંરે હું તો ઓચિંતાની ઝબકીને જાગી રે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0