ચટ ચટ વાગે રે ચાંખડી . આવે વહાલો લટકાં કરતા લાલ૧/૪

પદ ૨૦૭૩ મું.- રાગ ગરબી.૧/૪
 
ચટ ચટ વાગે રે ચાંખડી . આવે વહાલો લટકાં કરતા લાલ.  ચટ. ટેક
ચંચલ ચપળ કમળ દળ આંખડી, સુંદર રાજહંસગતિ ચાલ;શી કહું શોભા કમળાકાંતની, મુખડું જોઇ જોઇ વાધે વહાલ.  ચટ. ૧
મસ્તક પાઘ બાંધી કોઇ ભાતની, પાઘમાં છોગલિયાંનો તાલ;અંગમાં અત્તર ફોરે બ્હેકતાં, કીધલુ કેસર તિલક ભાલ .  ચટ. ૨
ઉરમાં હાર ડોલરનાં લ્હેકતાં, બાજુ ગજરા છબી રસાલ;ઓઢી ઉપરણી કેસર કોરની, કરમાં સાહ્યો છે રુમાલ.  ચટ. ૩
સુંદર જોઇ છબી અલબેલની, મોહ્યા સુર નર મુનિ મરાલ;ઉરમાં ધારી છટા રંગછેલની, પ્રેમાનંદ થયો નિહાલ.  ચટ. ૪ 

મૂળ પદ

ચટ ચટ વાગે રે ચાંખડી . આવે વહાલો લટકાં કરતા લાલ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મારા સમ કાન કાંકલડી માં માર
Studio
Audio
3
3