ઓરા આવો અલબેલડા રે, જોવું સુંદર રૂપ૧/૪

પદ ૨૦૭૭ મું. રાગ ગરબી૧/૪

ઓરા આવો અલબેલડા રે, જોવું સુંદર રૂપ;
વહાલા લાગો છો રંગછેલડા રે, ભૂપના છો ભૂપ. 
પૂજ્યા કોણે તમને રંગમાં રે, આજ કરી બહુ પ્યાર;
શોભે સુંદર સરવે અંગમાં રે, શોભીતા શણગાર. 
શોભા નિરખી અદભૂત આજની રે, લાજે કોટિ અનંગ;
જોઇ સુંદરતા મહારાજની રે, વાધ્યો ઉરમાં ઉમંગ. 
દીસે વરણાગી બહુ વાંકડી રે, અંગે અજબ મરોડ;
કોણે પહેરાવી ચાખડી રે, પુર્યાં મનના કોડ. 
માથે મોલીડું કોઇ ભાતનું રે, સોનેરી સુખધામ;
કોણે લીધું સુખ એકાંતનું રે, પુરી મનની હામ. 
સાચું બોલોને શ્રીનાથજી રે, ક્યાં પામ્યાં સનમાન;
પ્રેમાનંદ મળ્યો ભરી બાથજી રે, પ્રગટ શ્રીભગવાન. 

મૂળ પદ

ઓરા આવો અલબેલડા રે, જોવું સુંદર રૂપ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી