નવીન આંબાનું જોડલું રે, તે વચ્ચે અતિ અભિરામ ૩/૪

નવીન આંબાનું જોડલું રે, તે વચ્ચે અતિ અભિરામ;
			હિંડોળો હેમનો રે...ટેક.
બાંધ્યો બેઉ આંબા ડાળમાં રે, સુંદર શોભાધામ...હિંડોળો૦ ૧
રમણિક હિંડોળા તણી રે, શોભા કહી નવ જાય...હિંડોળો૦ ૨
શોભા ત્રિભુવનની આવી રે, ઊગી ઊઠી હરખાય...હિંડોળો૦ ૩
હિંડોળામાં શ્રીહરિ રે, શોભે છે સૂર્ય સમાન...હિંડોળો૦ ૪
કરે લીલા ભાત ભાતની રે, પુરુષોત્તમ ભગવાન...હિંડોળો૦ ૫
જોઈ મૂરતિ મહારાજની રે, લોચન તૃપ્ત ન થાય...હિંડોળો૦ ૬
પ્રેમાનંદ હરિ ઉપરે રે, તન મન પ્રાણ વારી જાય...હિંડોળો૦ ૭
 

મૂળ પદ

ધર્મકુંવર હરિકૃષ્ણની રે, મૂરતિ મારે મનમાની

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
2
1