સખી નંદમહરને આંગણે રે ગોપી આનંદ મંગળ ગાય છબી જોને સ્નેહી શ્યામની રે ૨/૪

સખી નંદમહરને આંગણે રે, ગોપી આનંદ મંગળ ગાય;
	છબી જોને સનેહી શ્યામની રે-ટેક.
મરમાળે અખાડો માંડિયો રે, કાજુ આસોપાલવની છાંય-છબી૦ ૧
	વાલે પ્રીત કરીને પહેરિયો રે, રૂડો સોનેરી સુરવાળ-છબી૦ ૨
સખી ફરતાં લાગે છે ફૂટડી રે, ઝીણી અંગરખીની ચાળ-છબી૦ ૩
	બહુમૂલી મોળીડું બાંધિયું રે, કાજુ ઝળકે સોનેરી કોર-છબી૦ ૪
રૂડાં લટકાં કરે છે હાથનાં રે, બ્રહ્માનંદનો વાલો ચિત્તચોર-છબી૦ ૫
 

મૂળ પદ

સખી ગોકુળ ગામના ચોકમાં રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

સખી નંદમહરને આંગણે(૦૯-૦૯) 

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-1
Studio
Audio
0
0