મારા જન્મ સંગાથી જદુરાય રે, ગિરિવર ધારી રે; તારી મૂર્તિ વસી છે મનમાંય રે ૨/૪

મારા જન્મ સંગાથી જદુરાય રે, ગિરિવર ધારી રે;
	તારી મૂર્તિ વસી છે મનમાંય રે, ન મેલું ઘડી ન્યારી રે...૧
તમ સાથે રંગીલા નાથ રે, બાંધી છે બેલી રે;
	મારો હેતે ઝાલ્યો છે તમે હાથ રે, ન દેશો મેલી રે...૨
મારા પ્રીતમ જીવનપ્રાણ રે, જીવું છું જોઈને રે;
	તમ સંગે કરી છે ઓળખાણ રે, લોક લજ્જા ખોઈને રે...૩
રસિયાજી મારે ઘેર રાત રે, આવીને રહોને રે;
	બ્રહ્મમુનિ કહે દિલડાની વાત રે, એકાંતે આવી કો’ને રે...૪
 

મૂળ પદ

અલબેલાજી પ્રાણ આધાર રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0