જમે જીવનજી શાક કરેલ નિજ હાથનું, સુંદર ઝીણી રોટલિયું રસરૂપ જો ૪/૬

જમે જીવનજી શાક કરેલ નિજ હાથનું;
	સુંદર ઝીણી રોટલિયું રસરૂપ જો...જમે૦ ટેક.
વખાણી વખાણીને આપે શ્રીહરિ;
	પાસે બેઠા નિજજન મુનિ અનૂપ જો...જમે૦ ૧
શાક પાક બીજાં અનંત ભાતનાં થાળમાં;
ખટરસ ભોજન ચાર પ્રકાર કહેવાય જો,
	ભક્ષ્ય ભોજ્ય ને લેહ્ય ચોશ્ય જમે હરિ;
	નિરખી નિરખી નેણાં શીતળ થાય જો...જમે૦ ૨
જમી ચળું કરી મુખવાસ લઈને નાથજી;
કટિ બાંધે કસી આડસોડે લઈ ખેસ જો,
	પીરસે શાક પંગતમાં અતિ પ્રીત કરી;
	મુનિવરને હરિજનને નટવર વેશ જો...જમે૦ ૩
આનંદરસ એમ નિત્ય વરસે શ્રીનાથજી;
નિજજનને સુખ આપે આનંદકંદ જો,
	અતિ અઘહારી ચરિત્ર કરે નિત્ય નિત્ય નવાં;
	નિરખીને જાયે વારી પ્રેમાનંદ જો...જમે૦ ૪
 

મૂળ પદ

સાંભળ સજની લીલા પુરુષોત્તમતણી.

મળતા રાગ

ઢાળ : મોહનને ગમવાને ઇચ્છો માનની

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી