તારી નવલ છબી નંદલાલ રે, પ્રીતમ પ્યારા રે; હું તો નીરખીને થઈ છું નિહાલ રે ૪/૪

તારી નવલ છબી નંદલાલ રે, પ્રીતમ પ્યારા રે;
	હું તો નીરખીને થઈ છું નિહાલ રે, જીવન મારા રે...૧
મુખે બોલો મનોહર વેણ રે, અતિ સુખકારી રે;
	મારી લગની લાગી છે દિનરેણ રે, કુંજવિહારી રે...૨
શોભે સોનેરી શિર પાઘ રે, કાનુમાં મોતી રે;
	મારા રસિયા માણીગર માવ રે, રહું નિત્ય જોતી રે...૩
મારા હૈડામાં નાથ હંમેશ રે, દર્શન દેજો રે;
	બ્રહ્મમુનિ કહે નટવર વેશ રે, આંખડલીમાં રહેજો રે...૪
 

મૂળ પદ

અલબેલાજી પ્રાણ આધાર રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.



Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
1
1