આંખડી અટકી રૂપમાં, અમાણલી રાજ૨/૪

પદ ૨૨૧૬ મું.૨/૪

આંખડી અટકી રૂપમાં, અમાણલી રાજ; હૈડે હરખ ન માય,      અમાણલી રાજ. ટૅક
લોભાણી મુનિ ભૂપમાં,અમાણલી રાજ;નિરખી ત્રપત ન થાય,અમાણલી રાજ. ૧
અવિલોકી શોભાસુરને, અમાણલી રાજ;સુંદર સરલે હાથ,      અમાણલી રાજ.
જોઇ જોબનપૂરને, અમાણલી રાજ;નવલ મનોહર નાથ,        અમાણલી રાજ. ૨
કેસર ભીનો કાનજી, અમાણલી રાજ;ડોલરિયો દિવાન,        અમાણલી રાજ.
ભુલી હું તન ભાનજી, અમાણલી રાજ;જોઇ જીવન પ્રાણ,        અમાણલી રાજ. ૩
બાજુ કાજુ બાંધિયા, અમાણલી રાજ;ઉર ઉતરિયું અનૂપ,       અમાણલી રાજ.
નેણ સાથે નેણ સાંધિયાં અમાણલી રાજ;ભૂપુને શિર ભૂપ        અમાણલી રાજ ૪
કનક કડાં બેઉ કરમાં, અમાણલી રાજ;પોંચી નંગ જડાવ,       અમાણલી રાજ.
કામ ન સુઝે ઘરમાં, અમાણલી રાજ;જોઇ નટવર નાવ,         અમાણલી રાજ. ૫
મળવા મોહન કારણે, અમાણલી રાજ;હૈડું હાલકલોલ,           અમાણલી રાજ.
પ્રેમાનંદ જાયે વારણે, અમાણલી રાજ;દીધો મુખથી તંબોલ. અમાણલી રાજ. ૬

મૂળ પદ

નિરખી નૌતમ નાથને, નેણા ઠરિયાં;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી