ચટ ચટ વાજે ચાંખડી, ડોલરિયાની૪/૪

પદ ૨૨૧૮ મું.૪/૪
 
ચટ ચટ વાજે ચાંખડી, ડોલરિયાની;આવે માણીગર ઘેર,  ડોલરિયાની. ટેક
બાંધેલ ભુજ બેઉ રાખડી, ડોલરિયાની;મોતીડે લટ વેર,  ડોલરિયાની. ૧
વહાલી લાગે વાતડી, ડોલરિયાની;સાંભળ્તાં સુખ થાયે,  ડોલરિયાની.
નિરખી હરખે છાતડી, ડોલરિયાની;પરસે પાતક જાયે,  ડોલરિયાની. ૨
કોરંગે નેણે કોરાંખતા*, ડોલરિયાની;આવીન ઉભલા બાર,  ડોલરિયાની.
મુજપર નેણાં નાંખતાં, ડોલરિયાની;કોડીલો ધર્મકુમાર,  ડોલરિયાની. ૩
પૂજ્યા પ્રીતમ પ્રીતશું, ડોલરિયાની;દૂધડે પખાળ્યા પાવ,  ડોલરિયાની.
ચંદન ચરચ્યાં રીતશું, ડોલરિયાની;ફૂલડે કીધા ગરકાવ,  ડોલરિયાની. ૪
જમાડ્યા જગદીશને, ડોલરિયાની;ભોજનિયાં બહુ ભાત,  ડોલરિયાની.
હરખે ભેટી ઇશને, ડોલરિયાની;દુઃખડા લીધાં કરી ખાંત,  ડોલરિયાની. ૫
જામા પેહેરાવ્યા જરકસી, ડોલરિયાની;ઓઢ્યો ઉપરણો અનૂપ,  ડોલરિયાની.
પ્રેમાનંદને ઉર વસી, ડોલરિયાની;મૂરતિ રસિક રસ રૂપ,  ડોલરિયાની. ૬
 
કુરંગ નેણે ખુણેથી જોતાં જોતાં બારણે આવીને ઉભા
રહીને હોંશીલા ધર્મકુમાર મ્હારા ઉપર નેણ બાણ નાંખતા હતા. 

મૂળ પદ

નિરખી નૌતમ નાથને, નેણા ઠરિયાં;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિરેન ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0