રૂડું ભાલ તિલક રૂપાળું રે, કોડે કીધું કેસરનું ૨/૪

રૂડું ભાલ તિલક રૂપાળું રે, કોડે કીધું કેસરનું;
	ભાવે હું સુંદર ભાળું રે, કામડલું મેલી ઘરનું	...૧
વાંકી ભ્રકુટિ જોઈ વનમાળી રે, મારું લોભાણું મનડું;
	મોહન નાસા મરમાળી રે, દોહ્યલી વેળાનું ધનડું	...૨
તારાં લોચનિયાં નંદલાલા રે, રંગભીનાં રંગનાં ભરિયાં;
	વ્રજજીવન નટવર વહાલા રે, ગુણિયલ અંતરમાં ગરિયા...૩
લટકાળા મોહની લાગી રે, ભાવે મુખડું ભાળીને;
	બ્રહ્માનંદના શ્યામ સુહાગી રે, બેઠી જગભય ટાળીને	...૪
 

મૂળ પદ

લટકાળા તારે લટકે રે, લેરખડા હું લોભાણી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી