પધારે વટપતન સ્વામી (ર) સહજાનંદ મહારાજ પૂરન ૧/૮

પધારે વટપતન સ્વામી (ર) સહજાનંદ મહારાજ પૂરન;
				પુરુષોત્તમ બહુનામી...પધારે૦ ૧
ચલે વરતાલ સે અવિનાશી (ર) આયે કિયા મુકામ ગામ;
				સાંકરદે સુખરાશી...પધારે૦ ૨
સંગ લે સેના અતિ ભારી (ર) ચતુરંગી બલવાન લગત હે;
				દેખત અતિ પ્યારી...પધારે૦ ૩
પદાતી ઘોડે રથ હાથી (ર) શૂરવીર મહા સુભટ દુર્જય;
				દેખી કંપે છાતી...પધારે૦ ૪
આયે ગામ છાની ગિરધારી (ર) પ્રેમાનંદ કહે સન્મુખ આઈ;
				નૃપ કી અસવારી...પધારે૦ ૫
 

મૂળ પદ

પધારે વટપતન સ્વામી (ર) સહજાનંદ મહારાજ પૂરન

મળતા રાગ

લાવણી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- વડોદરાના પ્રકાંડ પંડિતોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી સ્વામિનારાયણ ભગવાનનો ભવ્ય દિગ્વિજય મુક્તાનંદસ્વામીએ કર્યો. તેથી વડોદરા નરેશે ‘સ્વામિનારાયણો વિજયતેતરામ્’ ના વાવટા રાજમહેલ ઉપર ફરકાવ્યા. અને સ્વામિનારાયણ નામના જયઘોષથી આખું નગર ગાજી ઊઠ્યું. આ બધુ જોઈ વડોદરા નરેશે પ્રભાવિત થઈ મુક્તાનંદસ્વામીને પોતાની પાસે સેવારૂપે કંઈક માંગવાનુ કહ્યું. પરંતુ સ્વામીએ કોઈ વસ્તુ પદાર્થ તો માગી નહીં પણ નરેશને કહ્યું કે, ‘નરેશ ! અમારે આ લોકના પદાર્થની લેશમાત્ર અપેક્ષા નથી. પરંતુ મેં સાંભળ્યું છે કે રાજ્યાશ્રયની કેટલીક જગ્યાઓનાં સીધાંઓ તમોએ બંધ કર્યાં છે. તો આપને વિનંતી કરું છું કે એ સીધાંઓ ચાલુ કરાવો. અમારા નામે કોઈના અન્નમાં અડચણ ન આવવી જોઈએ’ આ સાંભળી વડોદરા નરેશ તો સ્વામીના પગમાં પડી ગયા. આહાહાહા…. ! કેટલી સાધુતા ! જે પોતાને મારવા તૈયાર થયેલા દુશ્મનોનું પણ ભલું ઈચ્છે છે. જે કામ શાસ્ત્રાર્થથી નહોતું થયું તે કામ સ્વામીની સાધુતાથી થયું! વડોદરા નરેશે સ્વામીને વિનંતી કરી કે મને આપના વર્તમાન ધરાવો અને ભગવાન સ્વામિનારાયનનાં દર્શન કરાવો. મારી ઈચ્છા છે સ્વામી ! સ્વામિનારાયણ ભગવાનને વડોદરા નગરમાં પધરાવી સેવા-સમાગમ કરી હું અને મારી પ્રજા ધન્ય બનીએ તો આપ જલ્દી પ્રભુ અહીં પધારે એવો બંદોબસ્ત કરજો. મુક્તાનંદ સ્વામીની પ્રાર્થનાથી ટૂંક સમયમાં જ એ સયાજીરાવ સરકારને સુખ આપવા માટે સહજાનંદસ્વામી સંતો-ભક્તો સાથે સંવત્ ૧૮૮૨ ના કારતક વદી ત્રીજના રોજ વડોદરા પધાર્યા. સરકારે યુવરાજ ગણપતરાવના નેજા હેઠળ અશ્વ, રથ, પાલખી અને હાથી આદિકથી શોભતી ચતુરંગી સેનાથી રાજા-મહારાજાઓને શોભે તેવું દબદબાભર્યું ભગવાન સ્વામિનારાયણનું ભવ્ય સ્વાગત કર્યું, એ પ્રસંગની શોભા, રાજા અને નગરજનોનો ભાવ તથા દરેકના અંતરમાંથી નીકળતા આનંદને આપણા પ્રેમભીના પ્રેમાનંદસ્વામીએ આંખે દેખેલા અહેવાલને પ્રસ્તુત કીર્તનમાં આલેખી લીધો. તો આવો, આપણે સૌ લીન બનીએ સયાજીરાવ સરકારના સ્વાગતભાવમાં!

વિવેચન

ભાવાર્થઃ- સહજાનંદસ્વામી વડોદરા પધારે છે. જે પૂર્ણપુરુષોત્તમ છે. બહુનામી છે. II૧II અવિનાશી પ્રભુ વડતાલથી નીકળી સાંકરદા ગામે આવી મૂકામ કર્યો છે. II૨II સયાજીરાવ સરકારના સુપુત્ર યુવરાજ ગણપતરાવે અતિશય શોભાવતી ચતુરંગી સેના સાથે લીધી છે, જે સેનામાં પગપાળા ચાલનારા છે, ઘોડેસ્વારો છે, અનંત શણગારેલ રથ છે. શોભાયમાન હાથી ઉપર દિગ્વિજય નોબતો વાગી રહી છે. શૂરવીર સૈનિકો પટ્ટાબાજી ખેલી રહ્યા છે. એવી અદ્ભુત સેનાને જોઈ દુર્જનોની છાતી કંપે છે, અને સજ્જનોની છાતી ફૂલે છે. આનંદિત થાય છે. પ્રેમાનંદસ્વામી કહે છે કે આ ગાયકવાડી સવારીને સાથે લઈ યુવરાજ ગણપતરાવ છેક છાણી ગામ સુધી સામા આવ્યા. II૪II

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સંકીર્તન સરિતા - પ્રેમાનંદ સ્વામી
Studio
Audio
0
0