ચલે ગજ બૈઠ કે મહારાજા (ર) બોલત જય જય ચોપદાર ૩/૮

ચલે ગજ બૈઠ કે મહારાજા (ર) બોલત જય જય ચોપદાર;
				બાજત હેં બહુ બાજા...ચલે૦૧
ચમર સિર નાના સાહેબ ઢોરે (ર) મંદ મંદ ગજ ચલત સંત કી;
				ભીર ચહુ કોરે...ચલે૦ ૨
છબી અતિ અદ્‌ભુત બિરાજે (ર) કંચન કે બીચ કળશ અંબાડી;
				કંચન કી છાજે...ચલે૦ ૩
ચલત હેં ઘોડે ગજ આગે (ર) પીછે પાલખી પેદલ રથ છબી;
				બહુત નીકી લાગે...ચલે૦ ૪
રૂપ ઘનશ્યામ કો અતિ સોહે (ર) પ્રેમાનંદ કહે નીરખી કોટિક;
				મનમથ મન મોહે...ચલે૦ ૫
 

મૂળ પદ

પધારે વટપતન સ્વામી (ર) સહજાનંદ મહારાજ પૂરન

મળતા રાગ

લાવણી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

વિવેચન

ભાવાર્થઃ- સુવર્ણ અંબાડીથી શોભતા ગજરાજ ઉપર શ્રીજી મહારાજ બિરાજ્યા છે. આગળ-પાછળ વિવિધ પ્રકારનાં વાજાં વાગી રહ્યાં છે. છડીદારો નેકી પોકારી જયજય પોકારી રહ્યા છે. II૧II નાના સાહેબ શ્રીજી મહારાજની ઉપર ચમર ઢોળી રહ્યા છે. ધીમી ગતિએ ડોલતો-ડોલતો ગજરાજ આગળ ચાલી રહ્યો છે. ચારેય બાજુ સંતો ભક્તોની ભીડ જામી છે. II૨II શોભાનિધિ સહજાનંદની છબી અદ્ભુત લાગે છે. સુવર્ણ કળશવાળી સુવર્ણ અંબાડીમાં સહજાનંદજી એવા તો શોભે છે કે અટારી અગાશીઓમાં ઊભેલા ભાવિકો ચિત્રવત્ બની સહજાનંદની છબીને નીરખતા-નીરખતા ભાવ સમાધિમાં લીન થઈ જાય છે. II૩II શ્રીજી મહારાજના ગજરાજની આગળ ઘોડેસવારો ચાલી રહ્યા છે. હાથીની પાછળ પાલખીઓમાં મુક્તાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી આદિક સદ્ગુરુઓ બિરાજ્યા છે. કેટલાય સંતો રથમાં તો કેટલાય પગપાળા ચાલે છે. એ વખતની સવારીની શોભા કોઈ અદ્ભુત લાગે છે. એ ઘનશ્યામનું રૂપ અતિ અદ્ભુત શોભે છે. પ્રેમાનંદસ્વામી કહે છે કે એ પ્રગટપ્રભુને નીરખી કરોડો કામદેવના મન મોહે છે. II૪II રહસ્યઃ- પ્રસ્તુત બંને પદો સુંદર ભાવમધુર પદો છે. પદ લાલિત્યમાં સ્વાગતની સરવાણી સ્ફૂરે છે. પોતાના જ પ્રિયતમનું જ્યારે રાજા મહારાજાઓને શોભે તેવું સ્વાગત થતું હોય ત્યારે પ્રેમની પરાકાષ્ટાએ પહોંચેલા કવિ પ્રેમાનંદની કલમમાં કઈ પ્રકારની ઊણપ રહે? એનો ઊમળકો શું કાંઈ ઓછો હોય? ચોપદાર જય જય બોલે છે. વાજાં વાગે છે. ચારે બાજુ ભક્તોની ભીડ જામી છે. હાથી, ઘોડા, મેના, પાલખીની ચાલ આનંદદાયક છે. ઈત્યાદિક ઉક્તિઓથી વડોદરા સયાજીરાવ સરકારના શુદ્ધભાવની વાસ્તવિકતા કવિએ કોઈ અલૌલિક રીતે આલેખી છે. કેવળ એક-બે પદમાં જ નહીં, આ વધાઈનો અત્યાનંદ અને વડોદરાની લીલાનો આનંદ પંદર–પંદર પદોમાં ઝીલાયો છે. પદનો ઢાળ લાવણી શૈલીમાં છે. લયદ્રુત સવારીની છે. તાલ પણ સવારીની ચાલના ઢંગથી વગાડવામાં આવે છે. તાલ કહરવા છે. પદ સુગેયતાની દ્રષ્ટિએ થોડું કઠિન છે. નૃત્યનો રણકાર સંપૂર્ણતઃ વર્તાય છે. પ્રણયઘેલા પ્રેમાનંદની ભાવોર્મિઓ શબ્દે-શબ્દે ઝળકે છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ


રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી


Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર

Studio
Audio
0
0