વ્રજજીવન શ્યામ વિહારી રે, લાવનમાં હું લેવાણી ૪/૪

વ્રજજીવન શ્યામ વિહારી રે, લાવનમાં હું લેવાણી;
	મેં તો મેલ્યો જગ વિસારી રે, કાનડ તારી કહેવાણી	...૧
સુંદરવર રંગડો ચડિયો રે, મરમાળા મોહન તારો;
	જગ તૃણ સરખો ત્રેવડિયો રે, કુણ માને એનો ડારો	...૨
મારે તમથી પ્રીત બંધાણી રે, કોઈની શંકા કેમ ધરું;
	ચિંતામણિ સુંદર લાધી રે, રાંક થઈને શીદ ફરું	...૩
તમ સાથે રંગના ભીના રે, દિલડું માન્યું ડોલરિયા;
	બ્રહ્માનંદના નાથ નવીના રે, વાલમ મેં તમને વરિયા	...૪
 

મૂળ પદ

લટકાળા તારે લટકે રે, લેરખડા હું લોભાણી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી