જોયા જેવું રૂપ તમારું હો રાજ૨/૪

પદ ૨૨૮૪ મું.૨/૪

જોયા જેવું રૂપ તમારું હો રાજ;

મોંઘા છોજી ઘણેરે દહાડે મળ્યા આજ. જોયા. ટેક

નાભી નૌતમ ઉંડી છે હો ગોળ અનૂપ;

ઉદરમાંહી ત્રિવળી સુંદર રસ રૂપ. જોયા. ૧

ઉપડતી છે છાતી, તમારી હો માવ;

છાપનારે ચિહ્ન જોવા ઘણો રે ભાવ. જોયા. ૨

છાતીમાંહે જમણી કોરે હો લગાર;

રૂડા ચાર તીલની એક હાર. જોયા. ૩

કરિકર સમ છે ભુજા હો ઉદાર;

માંહીરે છાપ ચિહ્ન સુખસાર. જોયા. ૪

કંબુ કંઠ ચિબુક અધર હો પ્રવાલ;

પ્રેમાનંદ નાસિકા જોઇને નિહાલ. જોયા. ૫

મૂળ પદ

વહાલી લાગે મૂર્તિ તમારી હો માવ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી