ઊતર્યા માણકીએથી અલબેલડો, ધર્મકુંવર ડોલરિયો દીવાન ૨/૮

ઊતર્યા માણકીએથી અલબેલડો;
	ધર્મકુંવર ડોલરિયો દીવાન, શોભે રંગરેલડો...૧
રૂડો ઓરડો વાસુદેવ દેવનો;
	લાવો બિછાવણાં રંગરેલ, તાલ રાખો ટેવનો...૨
શોભે ઓસરી ઉત્તરાદા બારની;
	બેઠા ગાદી તકિયે રંગરેલ, શોભા કહું ત્યારની...૩
લીંબ તરુ તળે સભા સંતની;
	ચારે પાસ લાખું હરિભક્ત, શોભા છે અત્યંતની...૪
શોભે દીર્ઘ સભા કોઈ ભાતની;
	બોલ્યા સંત પ્રત્યે ધર્મલાલ, રસોઈ કરો ખાંતની...૫
પ્રેમાનંદ કહે ઉત્તમ ભૂપ આવિયા;
	થયો થાળ જમવાનો મહારાજ, ખબર એવી લાવિયા...૬
 

મૂળ પદ

મહારાજ આજ વડતાલથી આવશે

મળતા રાગ

ધોળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી