વાલમજી વે’લા વળજો ગઢપુર, વ્રતપુરી નથી દેશાંતર દૂર ૨/૪

વાલમજી વે’લા વળજો ગઢપુર, વ્રતપુરી નથી દેશાંતર દૂર-ટેક.
માણકીનો વેગ દેખ્યો સુણ્યો કોઈ, આકાશેથી તારો ખર્યો જાણું જોઈ;
			ગરુડ લાજ લોપી માણકીએ સોઈ...વાલમજી૦ ૧
મન વેગે ગાંફ જઈ રહ્યા રાત, સીંજીવાડે સ્વામી ગયા પરભાત;
			હાં હાં કરતાં વડતાલમાં ગઈ વાત...વાલમજી૦ ૨
વ્રતપુરી હાલ કિલ્લોલ આનંદ, સામૈયે ચાલો આવ્યા જગવંદ;
			ભલે ભલે સ્વામી તમે સહજાનંદ...વાલમજી૦ ૩
વાજાં વાગે આવ્યા નારાયણસ્વામી, સભા મધ્યે શોભે હેલી બહુનામી;
			પ્રેમાનંદ કહે અક્ષરધામના ધામી...વાલમજી૦ ૪
 

મૂળ પદ

માણકીએ ચડયા રે મોહન વનમાળી, શોભે રૂડી કરમાં લગામ રૂપાળી

મળતા રાગ

માઢ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સંકીર્તન સરિતા - પ્રેમાનંદ સ્વામી
Studio
Audio
1
0
 
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0