ડોલરિયો જમવા ઊઠયા રંગરેલ, માણીગર અળવ ભર્યો અલબેલ ૩/૪

ડોલરિયો જમવા ઊઠયા રંગરેલ, માણીગર અળવ ભર્યો અલબેલ-ટેક.
જમ્યા વ્હાલો સંતને પીરસવા આવ્યા, મોતીચૂર થાળ ભરીને મંગાવ્યા;
			પંચવાર ફર્યા સંતોને હરાવ્યા...ડોલરિયો૦ ૧
પોઢયા વાલો બંગલે જઈને સુખકારી, જાગ્યા સાંજે સભા કરી બહુ સારી;
			ધન્ય ધન્ય બે આંબા અઘહારી...ડોલરિયો૦ ૨
જુગલકુંડ રંગના કરાવેલ તાલ, ત્યાં તો શોભે ઉર્વી ઘણી રે વિશાળ;
			આવ્યા સંઘ ઘણા ઘણા સાયંકાળ...ડોલરિયો૦ ૩
દર્શન બહુ આપ્યાં તયેં સુખધામ, ઘોડે ચડી સંઘમાં ફર્યા ઘનશ્યામ;
			પ્રેમાનંદ કહે બંગલે ગયા ભગવાન...ડોલરિયો૦ ૪
 

મૂળ પદ

માણકીએ ચડયા રે મોહન વનમાળી, શોભે રૂડી કરમાં લગામ રૂપાળી

મળતા રાગ

માઢ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી