મારે લગની લાગી છે ઘનશ્યામની જીહો, નહીંરે ડરું લોક લાજથી૩/૬

પદ ૮૫૯ મું.(૩/૬)

મારે લગની લાગી છે ઘનશ્યામની જીહો, નહીંરે ડરું લોક લાજથી;

હાંરે મારે રટના લાગી છે એના નામની જીહો, નિર્ભે થઇ હું તો આજથી. નહીં. ૧

હાંરે મારા પ્રાણના જીવન ઘનશ્યામ છે, હાંરે મારે સુખ સંપત એનું નામ છે જીહો. નહીં. ૨

હાંરે મારે એક આશ છે ઘનશ્યામની, હાંરે હું તો માળા જપું છું એના નામની જીહો. નહીં. ૩

હાંરે મારે સરવસ શ્રીઘનશ્યામ છે, હાંરે મારે એ વીના બીજું હરામ છે જીહો . નહીં. ૪

હાંરે મારે ઇષ્ટ ઘનશ્યામ સુખધામ છે, હાંરે પ્રેમાનંદ જોઇ જોઇ પૂરણકામ છે જીહો. નહીં. ૫

મૂળ પદ

વંદુ હરિકૃષ્ણ પ્રગટ પરમેશ્વર જીહો, કૃપા કરીને મુજને મળ્યા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ધવલ કઠવાડિઆ

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

શોભે શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
0