એવા દુલ્લભ શ્રી કૃષ્ણ ભગવાનને જીહો, જીવમાં રાખીશ જતન કરી૪/૬

 
એવા દુલ્લભ શ્રીકૃષ્ણ ભગવાનને જીહો, જીવમાં રાખીશ જતન કરી;
હાંરે સુખસાગર કૃપાના નિધાનને જીહો નિખમ ન મેલું ઉરથી જરી;  જીવ. ૧
હાંરે એતો અખિલભુવનપતિ એક છે, હાંરે એની અધમઓધારણ એવી ટેક છે જીહો.  જીવ. ૨
હાંરે જોગી વનમાં વસે એ કારણે, હાંરે મુક્ત કોટીક જાયે છે એને વારણે જીહો.  જીવ. ૩
હાંરે જેનો કેડ નથી મેલતી રાધા રમા, હાંરે પ્રાણ પાથરે કરે છે ખમા ખમા જીહો.  જીવ . ૪
હાંરે એવા મોંઘા હરિ તે સોંઘા થયા, હાંરે પ્રેમાનંદને ઉપર કીધી દયા જીહો.  જીવ. ૫

મૂળ પદ

વંદુ હરિકૃષ્ણ પ્રગટ પરમેશ્વર જીહો, કૃપા કરીને મુજને મળ્યા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી