તારા મુખની લાવનતા મીઠી રે, મોહન વનમાળી ૧/૪

તારા મુખની લાવનતા મીઠી રે, મોહન વનમાળી;
	એવી ત્રિભુવનમાં નવ દીઠી રે, મૂરતિ મરમાળી	...ટેક.
ચટક રંગીલા તારા મોળીડાને છેડે, મનડું ડોલે છે કેડે કેડે રે	-મોહન૦ ૧
રંગડો જામ્યો છે ફૂલડાને તોરે, ભ્રમર ભમે છે ચહુકોરે રે	-મોહન૦ ૨
ભાલ તિલક કેસર કેરું રાજે, મુખ જોઈ શશિયર લાજે રે	-મોહન૦ ૩
બ્રહ્માનંદ કહે સરવસ વારું, રૂપ જોઈને વહાલા તારું રે	-મોહન૦ ૪
 

મૂળ પદ

તારા મુખની લાવનતા મીઠી રે, મોહન વનમાળી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0